નર્મદાઃ નર્મદા જિલામાં નાનો મોટો વ્યવસાય અને નોકરી કરી પોતાનો જીવનનિર્વાહ કરતા પરપ્રાંતિઓને રાજપીપળા ખાતેથી ઉત્તર પ્રદેશ પોતાના વતન મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજપીપળા એસટી ડેપો ખાતે 258 જેટલા પરપ્રાંતીઓનું લિસ્ટ તૈયાર કરી તંત્ર દ્વારા તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે તેમને બસ મારફતે વડોદરા મોકલી ત્યાંથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પોતાના વતન મોકલવામાં આવશે.
નર્મદા જિલ્લામાં રહેતા 258 જેટલા પરપ્રાંતિઓને વતન મોકલાયા
સરકાર દ્વારા કોરોનાને કારણે વિવિધ રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નર્મદામાં ફસાયેલા 258 શ્રમિકોને પોતાના વતન યુપી પ્રયાગરાજ રવાના કરવામાં આવ્યાં છે.
પોતાના વતન પરત ફરવા દરેક પરપ્રાંતિય પાસેથી વ્યક્તિદીઠ 820 રૂપિયા ભાડું લેવામાં આવ્યું છે તેવું પરપ્રાંતિયોએ જણાવ્યું હતું. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન રોજગાર ધંધા બંધ થતા ઘણા સમયથી અહીં ફસાયેલા પરપ્રાંતીઓને પોતાને વતન જવાની જરૂર પડી છે, ત્યારે પોતાના વતને જઈ રહેલા પરપ્રાંતીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
તો બીજી બાજુ પરપ્રાંતિઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે, સરકાર વિદેશમાં રહેતા ભારતીયોને મફતમાં વિમાન ભરી ભરીને લાવી રહી છે. અમે અમારા જેવા શ્રમજીવીઓની મદદ કરવાને બદલે આ સરકાર અમારી પાસેથી ભાડા વસૂલ કરે છે તે કેટલા અંશે વ્યાજબી કહી શકાય. તેમ છતાં પોતાના ઘરે જવાની ખુશી વ્યક્ત કરતાં વતન તરફ મળ્યા હતા.