ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડીયામાં ઉર્જા ક્ષેત્રે નવતર આયામોનું મનોમંથન માટે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ - pmo india

નર્મદાઃ દેશભરમાં ગુજરાત છેલ્લા 10 વર્ષથી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ સ્થાને રહ્યું છે.તેથી ઓફ-ડુઈંગ બીઝનેસ,રેગ્યુલેટરી ઈશ્યુ,ઊર્જા સંરક્ષણ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી,પુનઃપ્રાપ્ય ઉર્જા નવા ક્ષેત્રો સંદર્ભે ચર્ચા-વિચારણા કરવા માટે કેવડીયા ખાતે એક રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.જેને કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે સિંઘ ખુલ્લી મુકશે. આ કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરવા એક દિવસ પહેલા જ રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ કેવડિયા પહોંચી ગયા હતા અને તમામ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.

National Level Energy Conference

By

Published : Oct 10, 2019, 11:02 PM IST

આ પ્રસંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે,આ રાષ્ટ્રીય કોન્ફરન્સને કેન્દ્ર ઉર્જા પ્રધાન આર. કે. સિંઘ 11 મી ઓક્ટોબરે ખુલ્લી મુકશે.જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઉર્જા પ્રધાન,ઉર્જા સચિવો, ઉર્જા વિતરણ અંગે કામ કરતી એન.ટી.પી.સી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા,પી.એફ.સી,આર.ઈ.સી,એન.એચ.પી.સી. જેવી વિવિધ કંપનીઓના મેનેજીંગ ડિરેક્ટરો અને ચેરમેન ઉપસ્થિત રહેશે.

કેવડીયામાં ઉર્જા ક્ષેત્રે નવતર આયામોનું મનોમંથન માટે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ

આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો,અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઇઝ-ઓફ-ડુઈંગ બિઝનેસ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેક્ટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.

ABOUT THE AUTHOR

...view details