નર્મદાઃ લોકડાઉન લંબાતા શ્રમિકોને પોતાનાં વતન જવું છે, ત્યારે નર્મદા જિલ્લા તંત્ર આ શ્રમિકોને વ્હારે આવ્યું છે. નિવાસી નાયબ કલેકટરના જણાવ્યા મુજબ આ લોકોને વેસ્ટ બંગાળ સરકારની પરમિશન થકી વડોદરાથી ટ્રેન મારફતે રવાના કરવામાં આવશે. જિલ્લા તંત્ર તરફથી લિસ્ટ વેસ્ટ બંગાળ સરકારને મોકલવામાં આવ્યું છે.
નર્મદાના નાની દેવરૂપણમાંથી 156 શ્રમિકોને વતન મોકલાશે - corona latest updates
નર્મદા જિલ્લાના છેવાડાના ગણાતા સાગબારા તાલુકાના મોટી દેવરૂપેણ ગામે આવેલી તાપી નદી પાસેના ટાપુ જેવા વિસ્તારમાં માછીમારી કરવા દર વર્ષે સેંકડો શ્રમિકો આવે છે. તેમ આ વર્ષે પણ લગભગ 156 જેટલા વેસ્ટ બંગાળના શ્રમિકો આવ્યા હતા.
નર્મદાના નાની દેવરૂપણમાંથી 156 શ્રમિકોને વતન મોકલાશે
જિલ્લામાંથી અત્યાર સુધીમાં જુદાજુદા 12 રાજ્યો ઉત્તરાખંડ, ઓરોસ્સા, યુપી, એમપી, રાજસ્થાનના 400થી વધુ શ્રમિકોને વતન મોકલાયા છે અને હજી પણ જે પરપ્રાંતિયો છે, તેમને તેમના વતન તરફથી ક્લિયરન્સ મળે કે તરત જિલ્લા તંત્ર દ્વારા મોકલવામાં આવશે.