સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં જસ-એક્ઝોટીકાથી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, નક્ષત્ર વન ગાર્ડન, ઉલટન ફળિયા વિસ્તારની હદમાં વન્ય પ્રાણીની હલ ચલ વિશે વનવિભાગને જાણકારી મળતાં વન વિભાગે બે પાંજરા ગોઠવી સાવચેતીના ભાગરૂપે ખાસ પરિપત્ર બહાર પડ્યો છે.
સેલવાસમાં દીપડાની દહેશત, વનવિભાગે ગોઠવ્યા બે પાંજરા
સેલવાસ: સેલવાસમાં નક્ષત્ર ગાર્ડન અને ઉલ્ટન ફળિયા વિસ્તારમાં દીપડા જેવું વન્ય પ્રાણી દેખાયાની વનવિભાગને સ્થાનિક જસ-એક્ઝોટીકા રિસોર્ટના માલિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સાવચેતીના ભાગ રૂપે હાલ વનવિભાગે મારણ સાથેના બે પાંજરા ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ત્રણ દિવસથી ચાલતી આ દીપડાના ભયની વાતથી હાલ લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.
સ્પોટ ફોટો
જો કે મંગળવારથી શુક્રવાર સુધીના આ વન્ય પ્રાણી દેખાયાંની ઘટનામાં હજુ સુધી કોઈ વન્યપ્રાણી પાંજરામાં કે આસપાસ લગાવેલ CCTV કેમેરામાં કેદ ન થતા આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકો અફવા ગણાવી રહ્યા છે. જ્યારે વનવિભાગ બે ટિમ બનાવી સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત બન્યું છે.