વાસોણા લાયન સફારી પાર્કમાં રહેલ માદા સિંહણ સોનલ વય મર્યાદા વટાવી ચુકી છે. અત્યારે સોનલની ઉંમર 21વર્ષની આસપાસ પહોંચી છે. સામાન્ય રીતે સિંહ સિંહણનું આયુષ્ય લગભગ 18 વર્ષ હોય છે. સોનલ વૃદ્ધાવસ્થાએ પહોંચી છે, અને ખોરાક છોડી દેતા અશક્તિ અનુભવે છે. વનવિભાગ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ સારવાર કરનાર ડોક્ટરોના જણાવ્યા મુજબ સોનલના લોહીના રિપોર્ટ મુજબ સારવાર અપાઈ રહી છે. તેની કિડની પર સામાન્ય સોજો જોવા મળ્યો છે. વનવિભાગ અને સારવાર કરનાર ડોક્ટરો નવસારી વેટેનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરો જોડે સતત સંપર્કમાં છે. તેમના ગાઈડન્સ મુજબ સારવાર કરી રહ્યા છે.
લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં તારીખ 02/03/1999 ના રોજ જન્મેલી સિંહણ સોનલને 04/09/2002ના રોજ વાસોણા લાયન સફારી પાર્ક ખાતે લાવવામાં આવી હતી. સોનલ સાથે સિલ્કી અને કુશ નામક સિંહનું પણ આગમન થયું હતું. જે બાદ થોડા વર્ષ અગાઉ સોનલે આ હમસફર પણ ગુમાવ્યા હતા, અને સોનલને માટે નવા સાથી તરીકે કુશ, ધર્મા અને મહિમનું આગમન થયું હતું.
જેને પણ થોડાક દિવસોમાં ગુમાવી ચુકેલી સોનલને વિરલ નામક સિંહ મળતા લાયન સફારી પાર્કમાં ફરી નર-માદા સિંહની ગર્જના પ્રવાસીઓને સાંભળવા મળી હતી. પરંતુ હવે માદા સિંહણ સોનલ બીમાર પડી છે,અને જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. એક તરફ લાયન સફારી પાર્કની વર્તમાન સ્થિતિ જોતા સફારી પાર્ક માટે વધુ સિંહ સિંહણની જોડીની પડતર માંગણી સરકારી પ્રક્રિયામાં અટવાયેલી છે. ત્યારે, સોનલની માંદગીના સમાચારે જીવદયા પ્રેમીઓમાં અને વન વિભાગમાં ચિંતા પ્રસરાવી છે.