દાદરા નગર હવેલી: કોરોના વાઈરસના કહેર દરમિયાન મોદી સરકાર દ્વારા ગરીબ પરિવારોને રોકડ સહાય પુરી પાડવામાં આવે છે. આ તમામ સહાય નિયત તારીખે બેંકમાં જમા કરવામાં આવી છે.
સંઘપ્રદેશની બેન્કમાં જળવાઈ રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સ - બેન્ક ઓફ બોરોડા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લીડ બેન્ક બેંક ઓફ બરોડા દ્વારા કેન્દ્ર સરકારના લોકડાઉનના કારણે પ્રદેશની જનતાને તકલીફ ન પડે, તે માટે વિવિધ યોજનાઓમા બેન્કના ખાતાઓમા પૈસા જમા કરવામા આવ્યા છે. જેને ઉપાડવા મોટી સંખ્યામાં આદિવાસી ખાતેદારો ઉમટી રહ્યાં છે. ત્યારે કોરોના વાઈરસના ચેપથી બચવા ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ખાસ અંતર જાળવી કામગીરી કરવામાં આવે છે.
સંઘપ્રદેશની બેન્કમાં જળવાઈ રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સ
જનધન યોજના હેઠળના બેન્ક એકાઉન્ટમાં જમા આ રાશીને ઉપાડવા માટે સેલવાસ, દપાડા, ખાનવેલ, દુધની, બેડપા, કિલવણી ગામની બ્રાન્ચમાં મોટી સંખ્યામા લોકો પૈસા ઉપાડવા માટે આવી રહ્યા છે.
લોકોને સમય પર પૈસા મળી રહે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખી બેન્કના સ્ટાફ દ્વારા તેમજ પોલીસ સ્ટાફ અને આઇઆરબીના જવાનો દ્વારા ધ્યાન આપવામા આવી રહ્યું છે. બેન્ક ઓફ બરોડા બેંકમા ઓછો સ્ટાફ હોવા છતાપણ લોકોને અગવડ ના પડે તેનુ ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યુ છે.