- 7 ઓક્ટોબરના રોજ કર્યું અપહરણ
- 17 ઓક્ટોબરના રોજ 3 આરોપી પકડાયા
- કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સેલવાસ: 7 ઓક્ટોબરના રોજ દાદરા નગર હવેલીના સાયલી વિસ્તારની એક કંપની નજીક કંપનીમાંથી છૂટીને રાત્રે પોતાના ઘરે જતા લક્ષ્મણ સાકેત અને તેના સાથીઓને રાતના સમયે મોટસાયકલ પર આવેલા 3 યુવકોએ અટકાવી તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
નગ્ન કરી માર માર્યો
લક્ષ્મણ સાકેતે બાઈક પર આવેલા યુવકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી બાઈક સવાર ઉશ્કેરાઈ ગયા હતા અને તેને માર મારી મોટરસાયકલ પર તેનું અપહરણ કરી સાયલીના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં યુવકોએ તેને નગ્ન કરી ફરી ઢોર માર માર્યો હતો. ઉપરાંત મોબાઈલ કિંમત રૂપિયા 1100 અને અન્ય રોકડ રકમની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.