ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: ટંકારામાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરુ કરવામાં આવી - morbi news

મોરબીના ટંકારામાં આવેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં દર વર્ષે વરસાદનું પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થાય છે. આ વર્ષે પણ કચેરીમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા તેના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે.

etv bharat
મોરબી : ટંકારામાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરુ કરવામાં આવી

By

Published : Jul 9, 2020, 6:08 PM IST

મોરબી: વરસાદના કારણે આ વખતે પણ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયું હતું. જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો મામલતદાર કચેરી પાસે આવેલી આઈ.ટી.આઈ જવાનો રસ્તો પણ પાણીમાં ગરવાકવ થઇ ગયો હતો. જેના કારણે આજુબાજુમાં રહેતા સ્થાનિકો તેમજ અન્ય રહેવાસીઓ આ પાણી ભરાવવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ટંકારા ખાતે રાજકોટ મોરબી હાઇવે રોડની કામગીરી શરૂ છે. ચોમાસુ આવી જવા છતાં હજી સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી કરવામાં આવી નથી. જે જગ્યાએ પાઈપો નાખવામાં આવી છે તે જગ્યાએ હજી સુધી પાઇપોને જોઇન્ટ કરવામાં આવી નથી. તેમજ અનેક જગ્યાએ પાઇપો તૂટી ગયેલી હાલતમાં છે. જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ કામગીરી પુરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી હતી. જેને જોતા તંત્ર દ્વારા આ વર્ષે પાણીના નિકાલ માટેની કામ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details