ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવારે રચ્યો ઇતિહાસ - Gujarati News

સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા બેઠક માટે યોજાયેલી મતગણતરીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર 9001 મતથી વિજેતા બનતા દાદરા નગર હવેલીમાં ભાજપ અને અન્ય પક્ષોમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી વિજેતા બનેલા મોહન ડેલકર પોતાની આ જીતને ઐતિહાસિક જીત ગણાવી હતી.

દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર રચ્યો ઇતિહાસ

By

Published : May 24, 2019, 2:07 AM IST

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં મોહન ડેલકર અપક્ષ તરીકે આ પહેલા પણ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત તેમણે પોતાની અલગ પાર્ટી રચીને પણ દાદરા નગર હવેલીના સાંસદ બન્યા છે. મોહન ડેલકર 6 ટર્મ સુધી સતત સાંસદ પદે વિજેતા રહ્યા બાદ પાછલી 2 ટર્મમાં ભાજપના નટુભાઈ પટેલ સમક્ષ સતત હારનો સામનો કરતા આવ્યા હતા અને તે બાદ આ વખતે અચાનક જ તેમણે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું અને ભાજપ ઉમેદવાર નટુભાઈ પટેલને હરાવી વિજેતા બન્યા છે.

દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર રચ્યો ઇતિહાસ

દાદરા નગર હવેલીની જનતાએ તેમને વિજેતા બનાવતા દાદરા નગર હવેલીમાં હારેલો સાંસદ ક્યારેય ફરી સત્તા પર આવતો નથી તે કહેવતને પણ ખોટી પાડી છે. અને હાલના ભાજપ તરફી રહેલા જુવાળ વચ્ચે અપક્ષ તરીકે ચૂંટણી લડી ઐતિહાસિક જીત સાથે પોતાની તાકાતનો પરચો પણ બતાવ્યો છે. સવારથી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલેલી મતગણતરી બાદ મોહન ડેલકર વિજેતા બનતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું. ઠેર ઠેર તેનું સ્વાગત કરી ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો.

દાદરા નગર હવેલીમાં પોતાની જીત અંગે મોહન ડેલકરે જણાવ્યું હતું કે તેમની આ જીત ઐતિહાસિક જીત છે અને દાદરા નગર હવેલીની પ્રજાએ ફરી તેમને ચૂંટણીમાં જીત અપાવી છે. આવનારા દિવસોમાં દાદરાનગર હવેલીના વિકાસને સહભાગી થશે અને દાદરા નગર હવેલીમાં લોકો માટે કામ કરીશું તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોહન ડેલકર બેટ્સમેનના નિશાન સાથે 9મા નંબરે અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ભાજપના સાંસદ નટુભાઇ પટેલ સામે 9001 મતથી વિજય બન્યા છે.એક તરફ સમગ્ર દેશમાં બીજેપી અને મોદી લહેર ઊઠી છે.ત્યારે દાદરા નગર હવેલીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી જીત મેળવી દાદરા નગર હવેલીમાં સાચે જ ઈતિહાસ રચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details