સેલવાસના વિનોબા ભાવે હોસ્પિટલની સામે ચાલુ ગાડીમાં ધૂમાડો નીકળ્યો હતો. આ જોઈ ગભરાયેલો સુરતનો પરિવાર ગાડી થોભાવી નીચે ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
સેલવાસમાં ચાલુ કારમાં અચાનક લાગી આગ, સુરતના પરિવારનો બચાવ - rescue from car
સેલવાસ: દમણથી ફરીને સેલવાસના એક રિસોર્ટમાં જઈ રહેલા સુરતના પરિવારની ચાલુ કારમાં આગ લાગી હતી. એન્જીનમાંથી ધૂમાડો નીકળતા ગાડીમાં બેઠેલા લોકો પરિસ્થતિ પારખી ગયા હતા. આખી ગાડી આગમાં લપેટાય તે પહેલા પરિવાર ગાડીમાંથી ઉતરી જતા તેમનો ચમત્કારીક બચાવ થયો હતો. સેલવાસના રોડ પર ગાડીમાં લાગેલી આગથી લોકો દ્રશ્યો જોવા ભેગા થયા હતાં.
સેલવાસમાં ચાલુ કારમાં અચાનક લાગી આગ, સુરતના પરિવારનો બચાવ
ઈકો ગાડીમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતો લોકો જોવા માટે ઉભા થઈ ગયા હતા. જેના કારણે હળવો ટ્રાફીક સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતનો આ પરિવાર દમણ ફરીને સેલવાસના એક રીસોર્ટમાં જતાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.