ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરાનગર હવેલીમાં પ્રેમીકાના ઘરેથી મળ્યો પ્રેમીનો મૃતદેહ, હત્યાની આશંકા - દાદરાનગર હવેલીના સમાચાર

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના આમલી ખાતે આવેલી પૂજા સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં સેલવાસના રિઝર્વ બટાલિયનના જવાનના બાથરૂમમાંથી 20 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતક યુવકનો મૃતદેહ જે ઘરમાંથી મળી આવ્યો છે, તે ઘરની યુવતી સાથે યુવકનો પ્રેમ સંબંધ હતો. જેના કારણે યુવકની હત્યા કરી હોવાની શંકા મૃતકના માતાપિતાએ સેવી છે.

દાદરાનગર
દાદરાનગર

By

Published : Oct 14, 2020, 7:50 PM IST

સેલવાસ : જિલ્લાના અમલી ખાતે પૂજા વ્યુ સોસાયટીમાંથી રિઝર્વ બટાલિયનના જવાનના બાથરૂમમાંથી ભાનુ પ્રતાપ સિંઘ નામના કોલેજીયન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક કરવડ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો અને પીપરીયામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.

મળતી વિગતો મુજબ મૃતક યુવકનો મૃતદેહ જે ઘરમાંથી મળ્યો છે, તે ઘરની યુવતી સાથે તે પ્રેમસંબધમાં હતો. જેને લઇને થોડા સમય પહેલા યુવક સાથે યુવતીના પિતાએ ઘરે બોલાવી મારકૂટ કરી હતી અને તેને હોસ્પિટલમાં ભર્તી કરવો પડ્યો હતો.

દાદરાનગર

તે વખતે યુવક અને યુવતી બંનેના પિતા રિઝર્વ બટાલિયનના ફોરેસ્ટમાં જવાન હતા, તે સમયે સમગ્ર મામલાને આપસી સમજૂતીથી સુલઝાવ્યો હતો. જે બાદ બુધવારે અચાનક યુવકનો મૃતદેહ યુવતીના ઘરના બાથરૂમમાંથી મળી આવતા યુવકને ઘરે બોલાવી હત્યાના ઇરાદાથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે યુવકને એસિડ પણ પીવડાવ્યું હોય અને તે જ એસિડની બોટલ તેના હાથમાં રાખી હોવાનું યુવકના પરિવારે જણાવ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ તેમનો દીકરો વહેલી સવારે પાંચ વાગ્યે તેમના ઘરેથી કોઈનો ફોન આવ્યા બાદ ઘરમાંથી બહાર નીકળ્યો હતો. જે બાદ તેનો મૃતદેહ યુવતીના ઘરે જ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ અહીંયા કઈ રીતે પહોંચ્યો અને માતા-પિતાને જાણ કર્યા વગર જ હોસ્પિટલમાં મોકલી દેવાયો હોવાથી પરિવારને હત્યાની શંકા સેવી રહી છે. જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details