- દાદર નગર હવેલીમાં પોલીસે બુલેટ બાઇકના સાયલેન્સર કાઢી તેના પર રોલર ફેરવ્યું
- વધુ અવાજ માટે બાઇકમાં મોડિફાઈ કરેલા સાયલેન્સર લગાવ્યા હતા
- ધ્વનિ પ્રદૂષણ કરનારાઓ વિરુદ્ધ ટ્રાફિક પોલીસની કાર્યવાહી
સેલવાસ : દાદરા નગર હવેલીમાં બુલેટના વધુ પડતા અવાજથી જાહેરમાર્ગો પર જનતા ત્રસ્ત હોવાની ફરિયાદ ઉઠી હતી. અવાજના કારણે સ્થાનિક લોકોની વધતી જતી ફરિયાદને લઈને દાદરા નગર હવેલીની ટ્રાફિક પોલીસે શનિવારે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 30 જેટલા બુલેટના સાઇલેન્સર કાઢી તેના ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
- SPએ કાર્યવાહી કરવા સૂચના આપી
દાદરા નગર હવેલીના SP હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશ અનુસાર શહેરમાં બુલેટ સવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક વિભાગે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરીને મોડિફાઈ સાયલેન્સરવાળા બાઇક ચાલકો સામે લાલ આંખ કરી હતી.
- કબ્જે કરેલા સાયલેન્સરોને ડિસ્ટ્રોઈ કરવામાં આવ્યા