ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં બોલાચાલી થતા નાનાભાઇએ કરી મોટાભાઇની હત્યા - covid-19

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાયલી ગામે રહેતા બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં નાનાભાઈએ મોટાભાઈના માથામાં હાથોડાનો ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જે બાદ નાનાભાઈએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

etv bharat
દાદરા નગર હવેલી: બોલાચાલી થતા નાનાભાઇએ, મોટાભાઇની હત્યા કરી

By

Published : Apr 22, 2020, 10:22 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ગામે બુધવારે સુમન વંશા ગુનગુનીયા નામના યુવકનો તેના મોટાભાઈ સાથે ઝઘડો થયો હતો. બોલાચાલીથી શરૂ થયેલ આ ઝઘડામાં સુમને ઉશ્કેરાઈને મોટાભાઈના માથામાં હાથોડાનો ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મોટાભાઈની હત્યા કરી દીધા બાદ પસ્તાવારૂપે નાનોભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં સમ્રગ ઘટના અંગે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમે ધટના સ્થળે પહોંચી તેના ભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપી નાનાંભાઈ સુમનને મોટાભાઈની હત્યામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details