- દાદરાનગર હવેલીની લોકસભાની ખાલી પડેલી બેઠક પર 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી (By-Election)
- આ બેઠક પરથી સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન લડશે ચૂંટણી
- કલા ડેલકર શિવસેનાના બેનર હેઠળ લડશે પેટા ચૂંટણી
સેલવાસઃ સંઘપ્રદેશ સેલવાસમાં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી (By-Election) યોજાશે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થતા તે બેઠક ખાલી પડી છે. તો નવરાત્રિના પ્રથમ દિવસે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. બીજી તરફ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને શિવસેનાના બેનર હેઠળ આ ચૂંટણી લડશે. દાદરાનગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. તો આ તરફ જેના પર સૌની મિટ મંડાયેલી હતી. તે મોહન ડેલકરના પરિવારમાંથી ડેલકરના પત્ની કલાબેનને શિવસેના પક્ષે ટિકીટ આપી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
આ પણ વાંચો-કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ
સાંસદ મોહન ડેલકરનું નિધન થતા ફેબ્રુઆરીથી આ બેઠક ખાલી હતી
આપને જણાવી દઈએ કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે 22મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આદિવાસી સમાજના પ્રિય નેતા એવા મોહન ડેલકરના નિધન બાદ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ખાલી હતી. આ માટે ચૂંટણી પંચે 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આ પેટા ચૂંટણીમાં ભાજપે મહેશ ગાવિત નામના કાર્યકરને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેને પણ શિવસેના તરફથી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.