ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં વાંસનું અથાણું તેમજ બાંબૂ પ્રોડક્ટ પ્રવાસીઓમાં છે અતિ પ્રિય - Etv Bharat

દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી એ મૂળ આદિવાસી પ્રદેશ છે. દાદરા નગર હવેલીના મોટાભાગના અંતરિયાળ ગામડાઓમાં રોજગારીના સાધનો ખાસ ઉપલબ્ધ નથી. ત્યારે હવે કેટલાક આદિવાસીઓને આદિવાસી ચીજવસ્તુઓ બનાવતી બાયપ્સ સંસ્થા દ્વારા અથાણું, વાંસની બનાવેલ ગૃહસુશોભનની ચીજવસ્તુઓ વેંચાણ અર્થે આપી રોજગારી પુરી પાડે છે. આ ચીજવસ્તુઓમાં વાંસનું અથાણું અને અન્ય વાંસની ચીજવસ્તુઓ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. જે દાદરા નગર હવેલીમાં દૂધની સહિતના પ્રવાસન સ્થળે આવતા પ્રવાસીઓ અચૂક ખરીદે છે.

etv bharat

By

Published : Sep 27, 2019, 12:31 PM IST

દાદરા નગર હવેલીના મુખ્ય પ્રવાસન સ્થળ એવા દૂધની ખાતે નદીના પાણીમાં બોટ વિહાર કરવું એ દરેક પ્રવાસીની પહેલી પસંદ છે. એ જ રીતે અહીં આવતા પ્રવાસીઓ આદિવાસી હાટમાંથી આદિવાસી બનાવટની ચીજવસ્તુઓ પણ પસંદ કરી સ્થાનિક આદિવાસીઓને રોજગારી પુરી પાડી રહ્યા છે.

દાદરા નગર હવેલીમાં વાંસનું અથાણું તેમજ બાંબૂ પ્રોડક્ટ પ્રવાસીઓમાં છે અતિ પ્રિય

દૂધની ખાતે આવેલા આદિવાસી બનાવટની ચીજવસ્તુઓની દુકાનમાં લીંબુ, કેરી, કરમદા અને વાંસનું અથાણું વેંચવામાં આવે છે. જેમાં વાંસનું અથાણું એ પ્રવાસીઓની પ્રિય પસંદ બની છે અને દરેક પ્રવાસી ગૃહિણી વાંસનું અથાણું અચૂક ખરીદે છે. એ જ રીતે વાંસની લાંબી સળીઓ માંથી બનાવેલ, નાઈટલેમ્પ, છાબડી, હવા નાખવાના પંખા, બાળકોને રમવાના રમકડાં સહિત સ્ત્રીઓના શૃંગારની કેટલીક ચીજવસ્તુઓ અને ગૃહસુશોભનની ચીજવસ્તુઓ જોઈને પ્રવાસીઓ આ ચીજવસ્તુઓની ખરીદી કરે છે.

આદિવાસી બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરતા મનીષા નિપુણેએ જણાવ્યું હતું કે, આ તમામ ચીજવસ્તુઓ વઘઇ, વાઘલધરા અને કપરાડાથી બાયપ્સ નામની સંસ્થા બનાવીને પુરી પાડે છે. જેનું અમે નજીવા અને સંસ્થાના ફિક્સ દરે વેંચાણ કરીએ છીએ. જેમાં સૌથી વધુ અથાણાંની પ્રોડકટ વેંચાય છે. જે સિઝન મુજબ પ્રવાસીઓ ખરીદે છે.

ઉલ્લેખનીય છે કે, દૂધની ખાતે વહેંચાતી આદિવાસી વિસ્તારની પરંપરાગત ચીજવસ્તુઓ મોટાભાગે વાંસમાંથી બનાવવામાં આવે છે. તે બાયપ્સ નામની સંસ્થા દરેક પ્રવાસન સ્થળ પર એકાદ બે સ્ટોલ રાખી પુરી પાડે છે. બાયપ્સ સંસ્થા આ ચીજવસ્તુઓ વિવિધ વિસ્તારમાં આદિવાસીઓ પાસે બનાવી તને રોજગારી આપે છે તો, દૂધની જેવા પ્રવાસન સ્થળો પર આદિવાસીઓ જ તેનું વેચાણ કરી રોજગારી મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details