ગુજરાત

gujarat

ETV Bharat / state

શિખર સંમેલનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને એવોર્ડ એનાયત કરાયો

સેલવાસ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડો. હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિખર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીને વિવિધ શ્રેણીમાં વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રીય શિખર સમિટ

By

Published : Nov 19, 2019, 11:22 PM IST

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સચિવ ડો. એ. મુથમ્મા અને સ્વાસ્થ્ય વિભાગ દાદરા નગર હવેલી, આરોગ્ય નિયામક ડો.વી.કે. દાસના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વર્ષ 2016-17 દરમિયાન સંઘીય બંધારણ હેઠળ પ્રથમ વર્ગનો એવોર્ડ મળ્યો હતો. આ જ આરોગ્ય વિભાગ દમણ-દીવને આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રને પ્રથમ વર્ગનો એવોર્ડ અપાયો હતો.

રાષ્ટ્રીય શિખર સમિટ

આ સાથે, આરોગ્ય વિભાગ, દમણ-દીવ, નેશનલ હેલ્થ મિશન હેઠળ આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા બદલ બીજો એવોર્ડ મળ્યો હતો. શિખર સંમેલનમાં બને સંઘપ્રદેશને પોસ્ટર પ્રસ્તુતિમાં શ્રમ યોગી સ્વાસ્થ્ય સેવા માટે પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય આરોગ્ય ડાયરેક્ટર પ્રાંજલ હઝારિકા, દમણ અને દીવ અને ડૉ. વૈભવ મહેતા, રાજ્ય કાર્યક્રમ અધિકારી, દાદરા અને નગર હવેલી બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ એવોર્ડ ગ્રહણ કર્યા હતાં.

નોંધનીય છે કે, ડો.પ્રફુલ પટેલના નેતૃત્વ અને આરોગ્ય સચિવ ડો. મુથમ્માના માર્ગદર્શન હેઠળ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરોગ્ય વિભાગ દર્દીઓનું સારું આરોગ્ય પ્રદાન કરી રહ્યું છે. પરિણામે બંને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી સિદ્ધિ મેળવી છે. દમણ-દીવ અને દાનહના આરોગ્ય નિયામક ડૉ. વી. કે. દાસના નેતૃત્વ હેઠળની સંપૂર્ણ આરોગ્ય ટીમ વધુ સારી અને વધુ પ્રામાણિકતા સાથે કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details