સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાયલી ખાતે ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સંઘપ્રદેશની પ્રથમ 150 સીટની મેડિકલ કોલેજમાં મેડીકલની પ્રથમ બેચના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે જ મધ્યાહન ભોજનના 65 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર માટે બનાવેલ અક્ષયપાત્રના રસોડાને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અમિત શાહ માધ્યમિક શાળાનું ભૂમિ પૂજન ઉપરાંત અન્ય મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુહુર્ત પણ કર્યુ હતું.
ગૃહપ્રધાન અમિત શાહે નમો મેડિકલ કોલેજનું કર્યુ લોકાર્પણ - સંઘપ્રદેશ
સેલવાસ: સંઘપ્રદેશ સેલવાસના સાયલી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. અમિત શાહે બપોરે 12 કલાકે સાયલી ખાતે આવેલા SSR ખાતે હજારો જનમેદનીને સંબોધન કરી હતી. કાર્યક્રમમાં લોકગાયક ગીતા રબારીએ દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી.
ગૃહપ્રધાન અમિત શાહે નમો મેડિકલ કોલેજનું કર્યુ લોકાર્પણ
અમિતશાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સભા મંડપ સ્થળે લોકોની જનમેદની ઉમટી રહી હતી. ત્યારે કાળા કપડામાં સજ્જ થઈ આવેલા લોકોને પોલીસે મંડપ સ્થળેથી દૂર ખસેડયા હતાં. કાર્યક્રમમાં ગીતા રબારીએ બોલાવેલી રમઝટમાં લોકો ઝૂમ્યા હતા.
Last Updated : Sep 1, 2019, 3:22 PM IST