- વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે ગળું દબાવી બાળકીની કરી હત્યા
- બાળકીની હત્યા બાદ પિતાના આત્મહત્યાના પ્રયાસ બાદ મૃત્યુ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ ચોક્કસ વિગતો મળી શકશે: SP
નારોલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના એક ગામમાં શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસથી ગુમ થયેલી બાળકીનો ટુકડા કરેલો મૃતદેહ એક થેલામાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના અંગે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મના ઇરાદે પાડોશી શખ્સે ફ્લેટમાં બોલાવી ગળું દબાવી હત્યા કરી હોવાની વિગતો સેલવાસ જિલ્લા પોલીસવડાએ આપી હતી. આ ચકચારી ઘટના દરમિયાન બાળકીના પિતાએ પણ ફીનાઇલ પી આત્મહત્યા કરી લેતા પિતા-પુત્રીના મોત માટે લોકોએ હત્યા કરનાર નરાધમ પર ફિટકાર વરસાવ્યો છે. જ્યારે પોલીસે, હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા
પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના અંગે સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, દાદરા નગર હવેલીના એક ગામની સોસાયટીમાં રમતી એક બાળકી સાડા ત્રણ વાગ્યાથી ગુમ થઈ હતી. જેની જાણ પોલીસ મથકને કરવામાં આવતા, પોલીસની ટીમ સોસાયટીમાં પહોંચી હતી અને સતત ત્રણેક કલાક સુધી સોસાયટીના 40 જેટલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન 109 નંબરના ફ્લેટમાં તપાસ કરતા ફ્લેટમાં રહેતા શખ્સ પર શંકા ગઈ હતી. ફ્લેટમાં વધુ તપાસ કરતા બાથરૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યાં હતાં. જેથી પોલીસે તાત્કાલિક સંતોષ રજત નામના શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે બાળકીનું ગળું દબાવી હત્યા કરી, બાળકીના ટુકડા કરી, તેને એક થેલામાં ભરી ટોઇલેટના પાઈપના ખાડામાં નાખી દીધું હોવાનું જણાવ્યું હતું.
દુષ્કર્મના ઇરાદે બાળકીને પોતાના ફ્લેટમાં લાવ્યો