સેલવાસ: 4 અને 5 ઓગસ્ટના રોજ દાદરા અને નગર હવેલીમાં અનેક સ્થળોએ અવિરત વરસાદને લીધે, ખેરડી, દાદરા, રખોલી, મસાટ, ખાનવેલ, સાયલી પંચાયત અને સિલવાસા શહેર પાલિકા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જવા, ઝાડ પડતા અને વીજ થાંભલા પડી જવા સહિતની ઘટનાઓ બની બની હતી. આ દિવસે પ્રદેશના ખાનવેલ વિસ્તારમાં છેલ્લાં 24 કલાકમાં 229 મીમી વરસાદ વરસ્યો હતો.
વરસાદમાં મોતને ભેટેલા 6 મૃતકોના સ્વજનોને દાદરા નગર હવેલી પ્રશાસની 4 લાખની સહાય - સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સમાચાર
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવાર રાત્રીમાં આવેલા ભારે વરસાદમાં દીવાલ ધસી જતા પાંચ મજૂરો મોતને ભેટ્યા હતા. તેમજ અન્ય એક બનાવમાં મહિલા મોતને ભેટી હતી. જે તમામના સ્વજનોને દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 4 લાખની મૃત્યુ સહાય જાહેર કરી છે.
5 ઓગસ્ટ 2020ના રોજ મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નજીક દાદરીપાડાના સુરંગીમાં દિવાલ ધરાશાયી થવાની દુ:ખદ ઘટના બની હતી. જેમાં સવારે 9.30 વાગ્યે 5 લોકોના મોત નીપજ્યા હતા. 2 ઘાયલ થયા હતા અને તેમની સારવાર વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાનવેલ ખાતે કરવામાં આવી રહી છે.
ખેરડી ખાડીપાડામાં એક અલગ બનાવમાં ઘરે ભારે વરસાદ પડતા રાજલીરામ હડેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તાત્કાલિક રાહત સહાય તરીકે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટીતંત્રે મૃતક વ્યક્તિઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની પૂર્વ રાહત આપવાનું નક્કી કર્યું છે. મૃતક કામદારોને કામદાર વળતર અધિનિયમ 1923 હેઠળ વધારાની સહાય પણ આપવામાં આવશે.
અતિ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત 100 જેટલા પરિવારોને આંબલી, ખેરડી, કારાગામ અને સુરંગીના અસરગ્રસ્ત પરિવારોને રાહત સહાય (ખોરાક અને આશ્રય) આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર જાહેર વિતરણ યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને આગોતર રેશન પણ આપશે. દુષ્કાળની રાશન કીટ અસરગ્રસ્ત પરિવારોને વહેંચવામાં આવશે.