મોરબી: હળવદના બ્રાહ્મણી-2 ડેમની આસપાસ રહેતા રહીશોને ડેમમાં યુવકનો મૃતદેહ દેખાતા તેમણે હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવતા યુવકનો મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલાયો હતો. ડેમની આજુબાજુ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.
હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબી જવાથી યુવકનું મોત - News of morbi
હળવદના બ્રાહ્મણી ડેમમાં મોરબીનો યુવાન ડૂબી જતાં તેનું કરુણ મોત થયું હતું. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબી જતા યુવકનું મોત
આ ઉપરાંત પોલીસને ડેમ પાસે એક બાઈક પણ મળી આવ્યું હતું. જે કોઈ પ્રફુલભાઈ નામના વ્યક્તિના નામે હોવાની માહિતી મળી હતી. યુવકના ડૂબવાનું કારણ અકબંધ છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.