બનાવની મળતી માહિતી મુજબ હડમતીયા નજીક રોડ પર એક લીમડાના ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારી બાદમાં પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ટંકારાના હડમતીયા નજીક વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત - Gujarat
મોરબીઃ ટંકારાના હડમતીયા રોડ પર એક વૃક્ષ પર યુવાનનો લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવાનના આપઘાતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

MRB
ટંકારાના હડમતીયા નજીક વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત
જોકે મૃતક યુવાનની ઓળખ થઇ શકી નથી. જેથી પોલીસની ટીમે યુવાનની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાનના હાથમાં દિલ પણ દોરેલું હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસના સુરેશભાઈ ઠોરીયા અને ભાવેશભાઈ વરમોરા બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.