મોરબીના હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર - crime latest news
મોરબી: હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી-2 ડેમ પાસેથી એક કોથળામાં બાંધેલી અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ અને LCBની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
etv bharat
મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહને બાંધી ફેંકી દેવામાં આવ્યો હતો. જેની જાણકારી ગામના સરપંચે હળવદ પોલીસને કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા તેમજ મોરબી LCB ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.