મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના CSC 108ના કર્મચારીઓને તેમની પ્રમાણિકતા અને શ્રેષ્ઠ સેવા આપવા બદલ સન્માન કરવાનો કાર્યક્રમ મોરબીના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં અલગ-અલગ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
108માં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું - gujarat
મોરબી: ગુજરાતની જનતા માટે 108 સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને કોઈપણ ઈમરજન્સીના સમયમાં ફાયર પોલીસ અને મેડિકલની તમામ સુવિધા લોકોના જીવ બચાવવા માટે ઉપયોગી બની છે. ત્યારે આજે GVK કર્મચારીઓનું સન્માન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
108માં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન
આ અંતર્ગત એપ્રિલ મે મહિનાના ગુજરાત રાજ્યના સેવિયર એવોર્ડ જિલ્લા લેવલે શ્રેષ્ઠ કામગીરી કરનાર,તેમજ એપ્રિલ-મે મહિનામાં પ્રમાણિકતા બતાવીને લાખોની કિંમતની વસ્તુઓ દર્દીઓ અથવા તેમના પરિવારજનો સુધી પરત કરનાર આ ઉપરાંત 181 જેવી સેવાઓમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્મચારીઓનું મોરબી જિલ્લા કલેક્ટર આર.જે માકડીયા અને મોરબી જિલ્લા SP ડોક્ટર કરણરાજ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.