મોરબીઃ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓલક્ષી અનેક કાર્યક્રમો યોજાયા હતા. મોરબી જિલ્લામાં ટંકારાના જબલપુર ગામે અનોખા કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ગામની તમામ મહિલાઓને વોશેબલ પેડ વિતરણ કરાયા હતા. મહિલાઓ સામાન્ય રીતે વાપરતી સેનેટરી પેડ પ્લાસ્ટીકના બનેલા હોય છે. જે કારણે પર્યાવરણને નુકશાન થાય છે. આ કારણે કાપડમાંથી બનેલા વોશેબલ પેડ વિતરણ કરીને મહિલાઓને આરોગ્ય તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા ઉમદા પ્રયાસ કર્યો હતો.
મહિલા દિન: ટંકારાના જબલપુરમાં મહિલાઓને વોશેબલ સેનેટરી પેડનું વિતરણ - સેનેટરી પેડ
8મી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત ટંકારાના જબલપુર ગામે મહિલાઓને વોશેબલ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલા દિન સ્પેશ્યલ : ટંકારાના જબલપુર ગામે મહિલાઓને વોશેબલ સેનેટરી પેડ વિતરણ
આ કાર્યક્રમમાં સંસ્થાના મહિલા સભ્યે જણાવ્યું હતું કે, મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરી, સ્વાસ્થ્ય બાબતે જાગૃત બને તે જરૂરી છે. જોકે, સંસ્થા દ્વારા મહિલાઓના આરોગ્ય સાથે પર્યાવરણનું જતન કરવાની નેમ લીધી છે. જેથી વોશેબલ પેડ વિતરણ કર્યા છે. જેથી મહિલાઓના આરોગ્યની જાળવણી થશે. આ સાથે જ પર્યાવરણને પણ બચાવી શકાશે. આજે સંસ્થા દ્વારા ગામમાં 300 મહિલાઓને વોશેબલ પેડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Last Updated : Mar 9, 2020, 12:17 PM IST