ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ બની રણચંડી - MRB

મોરબીઃ રવાપર ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ગામના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પાણી આપોના પોકાર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા હતાં.

મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

By

Published : Jul 3, 2019, 2:45 AM IST

રવાપર ગામમાં આવેલ નીતિનપાર્ક સોસાયટીમાં 03 એપાર્ટમેન્ટમાં 56 થી 60 ફ્લેટ ઉપરાંત ૩૫થી વધુ મકાનો આવેલા છે. આ સોસાયટીમાં પાણી આવતું ન હોય જેની અગાઉ રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. સોસાયટીની મહિલાઓનું ટોળું ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યું હતું અને રણચંડી બનેલી મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આગળ ભૂતિયા કનેકશનોને કારણે સોસાયટીને પાણી મળતું નથી.

મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

પાણીચોરી કરવામાં આવતી હોય છે જે મામલે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ દ્વારા ખોદકામ શરુ કરી લાઈનનું કામ શરુ કરાવી 4 થી 5 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઈ હતી. જેથી આજે મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીમાં હોબાળો કર્યો હતો. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ABOUT THE AUTHOR

...view details