ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની પરિણીતાને સાસરિયાઓ 12 વર્ષથી ત્રાસ ગુજારતા હોવાની નોંધાવી ફરિયાદ - Women Police Station

મોરબીઃ શહેરના ગૌસ્વામી પરિવારે તેમની દીકરીને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવદની ભોગ બનનારી મહિલાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી

By

Published : Jun 28, 2019, 3:14 PM IST

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસી હર્ષદગીરી ભોજપુરી ગૌસ્વામીની દીકરી ધર્મિષ્ઠાબેનના લગ્ન અમદાવાદના નરોડામાં હંસપુરી વિસ્તારના દેવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ ગોસાઈ સાથે 12 વર્ષ પૂર્વે થયા હતા. લગ્નના ગણતરીના દિવસો બાદ પતિ અને સાસરીયાઓ દ્વારા ઘરકામ અને કરિયાવર મુદ્દે મ્હેણાં-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું.

જેને પગલે અગાઉ પણ પરિણીતાએ નરોડા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહ્યો હતો અનેક વખત મારઝૂડ કરવામાં આવી હતી. જેથી પરિણીતાને મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ છે. પરિણીતા ધર્મિષ્ઠાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અમરીશ, સસરા મયુરપૂરી, સાસુ ગીતાબેન, જેઠ અંબરપૂરી, જેઠાણી આશાબેન સામે દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ મહિલા PSI ગોંડલીયા ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details