મોરબી: જિલ્લાના લાલપર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત, પતિ, સાસુ-સસરા સામે ગુન્હો નોંધાયો - પોલીસે ફરિયાદ
મોરબીના લાલપર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો છે. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Morbi
મળતી માહિતી મુજબ, મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી ભીખાભાઈ દેવશીભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી જાગૃતિબેન આરોપી પતિ વિનોદ મકન રાણવા, સસરા મકન આંબાભાઈ રાણવા અને સાસુ ઇન્દુબેન મકનભાઈ રાણવાએ તને કાઈ કામ આવડતું નથી કહી મ્હેણા-ટોણા મારી ત્રાસ આપ્યો હતો.
પરિણીતાથી આ ત્રાસ સહન ન થતા પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.