ગુજરાત

gujarat

ETV Bharat / state

અંધશ્રદ્ધામાં ડૂબેલાં પતિને કારણે પત્નીનું મોત, કોર્ટે પતિને 2 વર્ષની સજા ફટકારી - morbi news

મોરબીઃ તાલુકામાં પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અંધશ્રદ્ધામાં ડૂબેલો પતિ પત્નીને હૉસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયો હતો. સમયસર સારવાર ન મળતાં મહિલાનું મોત થયું હતું. આ કેસમાં 24 સપ્ટેમ્બરના રોજ કોર્ટે ચુકાદો આપતાં પતિને 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.

અંધશ્રદ્ધામાં ડૂબેલાં પતિ કારણે પત્નીનું થયું મોત, કોર્ટે પતિને 2 વર્ષની સજા ફટકારી

By

Published : Sep 24, 2019, 3:08 PM IST

મોરબી તાલુકામાં વિસ્તારમાં રહેતી મીનાબેન ચાવડાએ બે વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ મૃતકની બહેને પતિ ગોરધન ચાવડા અને સાસુ પુરીબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યાનુસાર,સાસરીમાં મળતાં શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળી મીનાબહેને આપઘાત કર્યો હતો . મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ દવાખાનામાં લઈ જવાને બદલે વાકેનર નજીકના ગામમાં ભુવા પાસે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું.

આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી ડીસ્ટ્રીકટ કોર્ટમાં એ.ડી.ઓઝાના કોર્ટે હેઠળ ચાલતી હતી. પુરાવાને ધ્યાને રાખી સાસુને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિની બેદરકારી ધ્યાનમાં લઈને તેને 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

For All Latest Updates

TAGGED:

morbi news

ABOUT THE AUTHOR

...view details