ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું - morabi corona center

મોરબીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે. ત્યારે સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે, તો મોરબીમાં સિરામિક ઉદ્યોગ મોટાપાયે વિકાસ પામ્યો છે. ત્યારે હવે મોરબી વાસીઓની મદદે ઉદ્યોગપતિ આવ્યા છે. જેમના દ્વારા 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું
મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું

By

Published : Apr 16, 2021, 9:14 PM IST

  • ૨૪ કલાક ડોક્ટર સહિતનો સ્ટાફ ખડેપગે
  • દર્દીને જમવા સહિતની સુવિધા કોરોના કેર સેન્ટરમાં આપવામાં આવશે
  • ભોજન તેમજ નાસ્તો, જ્યુસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.

મોરબીઃ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા 16 એપ્રિલથી ભરતવન ફાર્મ, ભરતનગર, કંડલા હાઈવે મોરબી ખાતે સિમ્પોલો કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવશે. જેમાં 80 બેડની સુવિધા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃજૂનાગઢના પરબત પટેલ સમાજમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું

ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની 24 કલાક હાજરી રહેશે

સિમ્પોલો કોરોના કેર સેન્ટરમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની 24 કલાક હાજરી રહેશે. જ્યાં તમામ જ્ઞાતિના લોકોને સેવા મળી રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેન્ટરમાં ચકાસણી માટે સવારે 9થી 1 અને સાંજે 4થી 6 કલાકે આવી શકશે. કોરોના કેર સેન્ટરમાં ભોજન તેમજ નાસ્તો અને જ્યુસની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચોઃમહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સાંઈ ક્રિષ્ના કોવિડ કેર સેન્ટર પુનઃ શરૂ કરાયું

સેન્ટર પર OPD સારવાર પણ શરૂ કરવામાં આવી છે

આ સેન્ટર પર દાખલ રહેલા દર્દીને સીટી સ્કેન કે અન્ય રીપોર્ટ કરાવવાની જરુર પડશે, તો પણ આ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક રીપોર્ટ કરાવી આપવામાં આવશે. દર્દી સાજા ન થાય ત્યાં સુધી તમામ ખર્ચ આ ઉદ્યોગપતિ ઉપાડી રહ્યા છે. તેમજ આ સેન્ટર પર OPD સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ OPD સારવારનો લાભ લઇ શકે છે. જેને ઘરે જ આઈસોલેટ થવું હોય, તેને પણ દવા સહિતની વસ્તુ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details