ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં આધેડ પર જંગલી ઝરખે કર્યો હુમલો

મોરબી: વાંકાનેર શહેરની આસપાસ વન વિસ્તાર મોટા પ્રમાણમાં હોવાથી અનેક વાર જંગલી પશુઓ ગામડાઓમાં અને શહેરમાં જોવા મળતા હોય છે. જેમાં મંગળવારે સવારે આરોગ્ય નગર વિસ્તારમાં એક જંગલી ઝરખ ચડી આવ્યું હતું. જેણે એક આધેડ પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ આધેડને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Feb 12, 2019, 4:03 PM IST

મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં સવારના સમયે જંગલી ઝરખ દેખાયું હતું. જંગલી ઝરખે ટપુભાઈ દેગામાં (ઉ.વ.૫૫) નામના આધેડ પર હુમલો કર્યો હતો. તો ઘટનાને પગલે આધેડની બુમાંબુમથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને જંગલી ઝરખે આધેડને લોહીલુહાણ કર્યા હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

જેમાં એકત્ર થયેલા ટોળાએ ઝરખને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. જે બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેથી રામપરા સેન્ચ્યુરીના અધિકારીઓ વાંકાનેર દોડી ગયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. જો કે અવારનવાર જંગલી પશુઓ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details