મોરબીઃ વાંકાનેરની અરુણોદય સોસાયટીના રહીશોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આખા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારમાં રહેતા નબળા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી મહિલાઓએ હંગામો કર્યો હતો.
વાંકાનેરમાં કન્ટેનમેન્ટ ઝોનના આર્થિક રીતે નબળા પરિવારોની હાલત કફોડી બની - મોરબી વાંકાનેર કન્ટેનમેન્ટ ઝોન
વાંકાનેરની અરુણોદય સોસાયટીના રહીશોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આખા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારમાં રહેતા નબળા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી મહિલાઓએ હંગામો કર્યો હતો.
વાંકાનેરની અરુણોદય સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આ વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા. જેથી તમામ રહીશો ઘરમાં જ છે. 16 દિવસથી ઘરે જ હોવાથી હવે વેપાર ધંધા માટે છૂટ આપવામાં આવી છે છતાં આ વિસ્તારના રહીશો બહાર નીકળી શકતા નથી. અહીં રહેતા 7થી 8 પરિવારો આર્થિક રીતે નબળા છે. જે લોકડાઉન સમયથી ઘરે બેઠા છે, જેથી તેમની આર્થિક સ્થિતિ નબળી બની છે. જેથી મહિલાઓએ આજે હંગામો કર્યો હતો. જેને પગલે પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે પાલિકા ચીફ ઓફિસર ગિરિશ સરૈયાએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે 28 દિવસ રહેવાનું હોય છે જે પીરીયડ હજુ પૂર્ણ થયો નથી. જેથીં મુક્તિ આપી શકાય નહિ. જો કે, આર્થિક રીતે નબળા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુની તંગી ના સર્જાય તે માટે તંત્ર જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે.