મોરબીઃ માળીયાના છેવાડા ગામોમાં ( (water problem in Malia taluka ))છેલ્લા છ-છ મહિનાથી પાણીની હાડમારી (Water Scarcity in Morbi)ભોગવી રહેલી મહિલાઓ હવે કાળઝાળ બની ગઈ છે. એક તો ધોમધખતો તાપ અને ઉપરથી પાણીની રામાયણને કારણે મહિલાઓ માનસિક રીતે અકળાઈ ઉઠી હતી. જેમાં પાણીનું ટેન્કર આવતા પાણી જલ્દીથી મેળવવા માટે મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ (Fights between women taking water) થયું હતું. એકબીજાના બેડા ભટકાડીને મહિલાઓ પાણી મેળવવા માટે ભારે વલખા માર્યા હતાં.
એક તો ધોમધખતો તાપ અને ઉપરથી પાણીની રામાયણને કારણે મહિલાઓ માનસિક રીતે અકળાઈ ઉઠી કુન્તાસી ગામમાં છેલ્લા છ માસથી પાણીની પારાયણ - પાણી ન હોવાથી (Water Scarcity in Morbi)ગ્રામજનો મુશ્કેલીમાં છે. પાણીની ટેન્કર આવતા પાણી માટે બેડાં યુદ્ધ જામી જાય છે .
માળીયા તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલ કુંતાસી અને બોડકી ગામમાં છેલ્લા છ મહિનાથી પાણીની આવી પળોજણ છે. ગામના લોકોના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે ગામમાં પાણી આવતું નથી. કુંતાસી અને બોડકી ગામમાં હાલ પાણી ન આવતું હોય ટેન્કર પહોંચાડવામાં (Water supply from tanker to Maliya villages) આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Special Report: અરવલ્લીના મેઘરજમાં પાણીની પળોજણ
પાણીનું ટેન્કર એક જ- માગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી મહિલાઓ પાણી વગર (Water Scarcity in Morbi)ન રહી જાય એ માટે જલ્દી વારો લેવા ઘમાસાણ માચવ્યું હતું. મહિલાઓ વચ્ચે બેડાં યુદ્ધ થયું હતું. મહિલાઓએ એકબીજાના બેડાં કે અન્ય વાસણ ભટકાવી હો હા મચાવી હતી. એક બાજુ ધોમધખતો તાપ જીરવવો મુશ્કેલ હોય અને બીજી બાજુ પાણીની હૈયાહોળીએ માનસિક રીતે બેહાલ કરી દેતાં મહિલાઓએ ભારે કકળાટ (Fights between women taking water) મચાવ્યો હતો. આમ તંત્રના પાપે મહિલાઓને પાણી માટે કપરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Smart City Summit in Surat: સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનોને 700 MLની 385 રૂપિયાની મોંઘીઘાટ બોટલો આપવામાં આવી
અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવ્યું - ગામના મહિલા સરપંચ જણાવે છે કે છેલ્લા છ માસથી પાણીની સમસ્યા (Water Scarcity in Morbi)છે અને પાણી વગર એક પણ કામ થઇ શકે તેમ નથી. તો ગામમાં લોકો અમારી પાસે રજૂઆત લઈને આવે તો ઉચ્ચ અધિકારી અને નેતાઓને રજૂઆત કરી છે. છતાં પણ નિરાકરણ આવ્યું નથી. હાલમાં પાણીનું ટેન્કર લઇ આવીને ગામમાં લોકોને પાણી આપવામાં આવે છે તે અપર્યાપ્ત છે. વહેલી તકે પર્યાપ્ત પાણી આપવામાં આવે તેવી માગ કરીએ છીએ.
દર વર્ષની સમસ્યા ક્યા વર્ષે ઉકેલાશે - માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા (Water Scarcity in Morbi)ઉદ્ભવતી હોય છે. તો અધિકારી અને પદાધિકારીઓ માત્ર મત લેવા માટે જ ગામમાં જતા હોય અને બાદમાં ગામે સામે જોતાં પણ નથી. ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ ના આવતા ગામજનો મુશ્કેલીમાં દહાડા કાઢી રહ્યાં છે.