- માળિયા તાલુકાના છેવાડાનો ગ્રામ્ય વિસ્તાર ઉનાળે પાણીથી વંચિત
- મહિલાઓએ રાત્રે જાગીને પાણી ભરવું પડે છે, ૧૦ દિવસથી એક ગામ પાણી વિહોણું
- એક કલાકમાં 1000 લીટરથી વધુ પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા
- ફિલ્ટર પ્રોજેક્ટ અમલમાં છતાં ગ્રામજનોને પાણીની તંગી
મોરબીઃ માળિયા તાલુકાનું બોડકી ગામ છેવાડે આવેલું છે. વર્ષામેડી, ન્યૂ નવલખીની જેમ બોડકીમાં પણ પીવાના પાણીનો કકળાટ કાયમી જોવા મળે છે, જે અંગે ગામના આગેવાન જયંતી માંડવિયા જણાવે છે કે, ગામમાં પાણીની તંગી છે અને મોટાભાગે પાણી રાત્રે જ મળે છે. એકાતરા પાણી આવતું હોય છે. જોકે, તેનું ગામ છેવાડાનું હોવાથી પાણી છૂટે તો ક્યારેક પૂરું પહોંચે જ નહીં. વળી વારા પણ કપાઈ જતા હોય છે. રાત્રે જાગીને મહિલાઓએ પાણી ભરવું પડે છે. જયારે ગામના મહિલા નિરાલી જણાવે છે કે, છેલ્લા 10 દિવસથી પાણી મળ્યું નથી અને કૂવાનું પાણી પીવાલાયક નથી તો મહિલાઓએ શું કરવું રસોઈ બનાવવા, કપડા ધોવા પાણી તો જોઈએ ને તેવો આક્રોશ ઠાલવ્યો હતો
આ પણ વાંચોઃપીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
તળાવ કે કૂવામાંથી લીધેલ ગંદુ પાણી ફિલ્ટર કરે તો પણ પીવું કઈ રીતે?
બોડકી ગામમાં પાણીની કેવી તંગી છે તેને ગામમાં રહેતા શારદાબેને શબ્દોમાં વર્ણન કર્યું ત્યારે એક ઘડી તો માન્યામાં ના આવે કે ખરેખર આવું હોઈ શકે ખરું? શારદાબેને જણાવ્યું હતું કે, ગામમાં 10-15 દિવસથી પાણી આવતું નથી અને કૂવાનું પાણીથી કપડા ધોવે કે પીવાના ઉપયોગમાં લે વળી મશીન દ્વારા ફિલ્ટર કરાતું પાણી તળાવમાંથી લે છે, જે તળાવમાં ઢોરોને નવડાવવામાં આવે છે.