ગુજરાત

gujarat

By

Published : May 20, 2020, 4:59 PM IST

ETV Bharat / state

મોરબી જિલ્લો બન્યો કોરોનામુક્ત, વાંકાનેરના કોરોના પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કરાયો

મોરબી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલો દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા બાદ બીજો કેસ વાંકાનેરમાં નોંધાયો હતો, તે દર્દી પણ બુધવારે સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, ત્યારે જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે, જેથી જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.

Warkaner corona positive patient discharged
મોરબીમાં વાંકાનેરના કોરોના પોઝિટિવ દર્દીને રજા અપાતા જિલ્લો ફરી કોરોના મુક્ત

મોરબીઃ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલા દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા બાદ બીજો કેસ વાંકાનેરમાં નોંધાયો હતો, તે દર્દી પણ બુધવારે સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, ત્યારે જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે, જેથી જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.

મોરબીમાં વાંકાનેરના કોરોના પોઝિટિવ દર્દીને રજા અપાતા જિલ્લો ફરી કોરોના મુક્ત

જિલ્લાના ઉમા ટાઉનશીપના રહીશનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીની તબિયત સારી હોય જેથી તેને રજા આપવામાં આવી હતી, અને મોરબી જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરાયો હતો તેમજ જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો હતો. જોકે ગત તા. 10ના રોજ વાંકાનેરમાં એક વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ફરી દોડધામ મચી હતી અને દર્દીને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો, ત્યારે વાંકાનેરના દર્દી જીતુભા ઝાલા પણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાથી દર્દી પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેનું સ્વાગત કરાયું હતું અને મોરબી જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે, જેથી મોરબીના વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને નાગરિકોએ રાહત અનુભવી છે. જોકે દર્દીને રજા આપવામાં આવી હોવા છતાં હાલ તેને હોમ કોરોન્ટાઈન રાખવામાં આવશે અને તેના વિસ્તારને પણ કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી નિયમો અને પ્રતિબંધ લાગુ રહેશે જોકે હાલની સ્થિતિએ જિલ્લામાં અન્ય એક પણ કેસ ના હોવાથી સૌ કોઈએ રાહત અનુભવી છે.

ABOUT THE AUTHOR

...view details