મોરબીઃ વિસીપરમાં આવેલા સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે જેપુર ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર પોલીસે જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડયાં - જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડયાં
મોરબીના વિસીપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 40,250 જપ્ત કરી કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા ઈસ્માઈલ અબુભાઈ મોવર, સુરેશ અવચરભાઈ જંજવાડિયા, જાવીદ રફીકભાઈ ગાજીવાલા, ભરત જગદીશભાઈ વરાણીયા અને સોહિલ રસુલભાઈ સુમરાને રોકડ રકમ રૂપિયા 13,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના જેપુર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કરીને જુગાર રમતા અજીતભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ, ધનજીભાઈ સામતભાઈ પરબતાણી, સંજયભાઈ હમીરભાઈ બાવળિયા, બીપીનભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ, કૈલાશ સોમાભાઈ મકવાણા, પરબતભાઈ હમીરભાઈ મેર, દેવરાજભાઈ ધીરૂભાઈ ઝાલા એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 40,250 જપ્ત કરી કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે.