- વાંકાનેરના કણકોટ નજીક સર્જાયો જીવલેણ અકસ્માત
- કાર ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર કૂવામાં ખાબકી
- અમદાવાદનો પરિવાર દિવાળીની રજાઓ માણી પરત જતો હતો
- છ સભ્યના પરિવારમાં 4 સભ્યો અકસ્માતમાં મોતને ભેટ્યાં
મોરબીઃ કણકોટ પાસે થયેલા આ અકસ્માતમાં અમદાવાદ રહેતો પરિવાર ભોગ બન્યો છે. બનાવ અંગે અમદાવાદના રહેવાસી રતિલાલભાઈ પ્રજાપતિએ વાંકાનેર ( Wankaner Accident ) તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે પત્ની મંજુલાબેન, દીકરો દિનેશ, દીકરાના પત્ની મીનાબેન તેમજ પૌત્ર આદિત્ય અને ઓમ એમ છ લોકો દ્વારકા સોમનાથ અને સત્તાધાર ફરવા આવ્યા હતાં. દિવાળીની રજામાં ફરીને પરત જતા હતાં ત્યારે રાજકોટથી વાંકાનેર આવતા કણકોટ ગામ નજીક ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી અને રોડની સાઈડમાં કૂવો હતો જેમાં ખાબકી હતી. અકસ્માતને પગલે મોરબી અને રાજકોટથી ફાયર ટીમ દોડી આવી હતી અને કાર તેમ જ મૃતદેહો ( Accidental Death ) બહાર કાઢવામાં આવ્યાં હતાં.
પતિની નજર સામે પત્ની, પુત્રવધુ અને પુત્રના મોત થયાં
આ અકસ્માતમાં ( Wankaner Accident ) કારમાં સવાર ફરિયાદી રતિલાલ પ્રજાપતિના પત્ની મંજુલાબેન, દીકરા દિનેશની પત્ની મીનાબેન તેમજ પૌત્ર આદિત્ય અને ઓમ એમ ચારના પાણીમાં ઇકો કાર સાથે ડૂબી જતા મોત ( death of 4 members of the family ) થયાં હતાં. અકસ્માતના બનાવ અંગે પોલીસે ઇકો કાર જીજે ૦૧ એચઝેડ ૧૪૫૩ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક ભાગી ગયો હતો.
મકનસરમાં સંબંધીના ઘેર જઇ રહ્યાં હતાં