મોરબી જિલ્લા પોલીસવડાની સુચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામના પાટિયા પાસેથી આરોપી નવઘણ ભલ્લુભાઈ વિકાણીને ઝડપી લઈને તેની પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર નંગ 1 જેની કિંમત 20,000 રુપિયા તથા 5 જીવતા કાર્ટીસ જેની કિંમત 500 રુપિયા છે, પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર પોલીસે રિવોલ્વર અને 5 કાર્ટીસ સાથે ઇસમની કરી ધરપકડ
મોરબીઃ વાંકાનેર નજીકથી તાલુકા પોલીસે 1 શખ્સને રિવોલ્વર અને 5 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો અને આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્ય દરોડામાં જુગાર રમતા 3 શખ્શોને ઝડપી પોલીસે રોકડ રકમ જપ્ત કરી હતી.
વાંકાનેર પોલીસે રિવોલ્વર અને 5 કાર્ટીસ સાથે આરોપી ઝડપાયો,અન્ય ગુન્હામાં 3 ઇસમો જુગાર રમતા ઝડપાયા
આ ઉપરાંત પોલીસે જુગાર દરોડો કર્યો હતો , દરમિયાન પેડક સોસાયટી પાછળ ગાત્રાળ મંદિર જવાના રસ્તે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે જુગાર રમી રહેલા પ્રતાપસિંહ ચંદુભા ઝાલા રહે પેડક સોસાયટી વાંકાનેર, અજયભાઈ કાનાભાઈ જેસાણી રહે કુંભારપરા વાંકાનેર અને ગોપાલ દેવાભાઈ ગમારા રહે ભરવાડપરા વાંકાનેરને ઝડપી લઈને રોકડ રકમ રૂ 52,500 જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.