મોરબી: વાંકાનેર તાલુકાની આંગણવાડીની બહેનો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એકઠી થઈ હતી. જેમાં ગુજરાત સરકારના બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી બહેનોને એક પણ લાભ ન મળતા તેમજ તેમની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા વિરોઘ દર્શાવ્યો હતો.
વાંકાનેરમાં આંગણવાડી કર્મીઓએ બજેટની હોળી કરી દર્શાવ્યો વિરોધ - Morbi NEWS
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કમચારીઓને એક પણ લાભ ફાળવવામાં ન આવતા વાંકાનેર તાલુકાની આંગણવાડી બહેનોએ એકઠી થઈને બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.
વાંકાનેર
બજેટની હોળી કરીને નીતિન પટેલ 'હાય હાય' અને 'હમ સબ એક હે'ના નારા લગાવીને વિરોધ કર્યો હતો. જો માગણીઓને સંતોષવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.