ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો: કેન્દ્રીય પ્રધાન માંડવીયા

મોરબી પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે અને સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતારી છે. જેમાં શનિવારના રોજ મોરબીના મહેન્દ્રનગર ગામની સભામાં કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા પહોંચ્યા હતા. સભામાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો: કેન્દ્રીય પ્રધાન માંડવીયા
મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો: કેન્દ્રીય પ્રધાન માંડવીયા

By

Published : Oct 25, 2020, 4:05 AM IST

  • મોરબીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સભા ગજવી
  • માદી અને રૂપાણીના હાથ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજોઃ માંડવીયા
  • દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છેઃ માડવીયા

મોરબીઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ પેટા ચૂંટણી શા માટે મહત્વની છે તે સમજાવ્યું હતું. આ ચૂંટણી મોરબીવાસીઓ માટે ભલે પેટા ચૂંટણી હોય પરંતુ દેશ અને ભાજપ માટે બહુ મહત્વપૂર્ણ છે. બ્રિજેશભાઈ જયારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું, ત્યારે બ્રિજેશભાઈનો સંપર્ક કરી તેને પૂછ્યું હતું કે શું તમે નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા માંગો છો દેશના વડાપ્રધાન જે પાડોશીને આંખ પણ બતાવી શકે છે અને એર સ્ટ્રાઈક કે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પણ હિમત ધરાવે છે. દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબુત બનાવી ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.

મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો: કેન્દ્રીય પ્રધાન માંડવીયા

પેટા ચૂંટણીનું મહત્વ પણ એટલું જ છે કારણ કે લોકસભામાંથી ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાંથી મંજૂર કરાવવો પડે છે અને રાજ્યસભા સાંસદ ધારાસભ્ય ચૂંટી મોકલે છે. જેથી મોરબીની જનતા બ્રિજેશભાઈ મેરજાને વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા હાકલ કરી હતી અને મતદારો ભાજપ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details