મોરબીના કાલિકા પ્લોટમાં હિંસક જૂથ અથડામણ
મકાન ભાડે આપવા બાબતે થઈ અથડામણ
એ ડીવીઝનમાં બંને પક્ષની સામસામી ફરિયાદ નોધાવામાં આવી
મોરબીના કાલિકા પ્લોટમાં હિંસક જૂથ અથડામણ
મકાન ભાડે આપવા બાબતે થઈ અથડામણ
એ ડીવીઝનમાં બંને પક્ષની સામસામી ફરિયાદ નોધાવામાં આવી
મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેહાનાબેન રફીકભાઇ ચાનીયાએ આરીફ મીર, કાદર ઉર્ફે બચ્ચન મતવા, ઇમ્તીયાજ સલીમ ભટ્ટી અને ડેનીયો મિસ્ત્રી સામે ફરિયાદ લખાવી છે કે કાલીકા પ્લોટમાં કરીમભાઇના બંગલા પાસે ફરીયાદીએ પોતાનું મકાન હીન્દી ભાષીને ભાડે આપતા આરોપીએ ભાડુઆતને માર માર્યો હતો.
આ ઉપરાંત આરોપીએ ફરીયાદીના ઘરમાં ઘૂસીને ગમે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ લાકડાના ધોકા લઇ ઘરમાં ઘુસી નુકશાન કર્યું હતું. તેમજ આરોપીઓએ લાકડાના ધોકા વતી મૂઢમાર માર્યો હતો.
જૂથ અથડામણમાં બાઈક પણ સળગાવામાં આવ્યું
જયારે સામા પક્ષે કાલિકા પ્લોટમાં રહેતા આરીફભાઇ ગુલામભાઇ મીરએ સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા, આઝાદભાઇ સીદીકભાઇ ચાનીયા, સાહીલ સીદીકભાઇ ચાનીયા તથા સીદીકભાઇનો બનેવી રહીમભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ સાહેદ ઇમ્તીયાઝભાઇ તથા ડેનીસભાઇને કોઇ કારણસર છરી વડે પડખામા ઇજા કરી હતી. આથી, બંને ફરીયાદીના ઘર પાસે દોડીને જતા ફરિયદીઓના ઘર પાસે આરોપીઓએ કાચની બોટલોના ઘા કર્યા હતા. અને ત્યા પડેલી અજાણી મોટર સાયકલમાં આગ લગાડી નુકસાન કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં મહિલા પી.એસ.આઈ. વી.કે.ગોંડલિયા બન્નેની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે.