કચ્છમાં વરસાદનું પાણી સંઘરાતુ ન હોવાને કારણે ત્યાં મોટાભાગનો વિસ્તાર સુકો જોવા મળે છે. તેમાં પણ વરસાદ ઓછો પડે તો માલધારીઓને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. તેનો એક દાખલો સામે આવ્યો છે. કચ્છમાં હાલ માલધારીઓ પાણીના અભાવના કારણે હિજરત કરવા મજબૂર બન્યા છે. ગાયો માટે ઘાસચારો અને પાણી ન હોવાના કારણે તેમની પાસે બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી.
પાણીના અભાવથી હિજરત કરતા કચ્છના માલધારીઓને વાવડીના ગ્રામજનોનો સહારો - GUJARATI NEWS
મોરબીઃ કચ્છમાં પાણીના અભાવના કારણે ગાયો માટે ઘાસચારો ખૂટી પડ્યો હતો. જેના કારણે માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા હતા. ત્યારે મોરબી જિલ્લાના વાવડી ગામના લોકોએ માલધારીઓને મદદ કરીને માણસાઇ દાખવી છે.
morbi
ગાયોને લઇને રખડતા આ માલધારીઓ માટે વાવડી ગામ વરદાન સમાન સાબિત થયું છે. આ ગામનાં સરપંચ સહિત ગામના લોકોએ મળીને 250થી વધુ ગાયો માટે ઘાસચારાની મદદ કરીને માલધારીઓને મદદ પૂરી પાડી છે. જેથી તેમને રાહતનો શ્વાસ લીધો છે.