- મોરબીમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા વિજય રેલી યોજાઈ
- કિસાનોની જીત અને તાનાશાહોની હાર જેવા બેનરો સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર
- કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન યોજવામાં આવ્યું
મોરબી:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની (Gujarat Congress Committee )સુચના અનુસાર કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન (Janjagran abhiyaan) સાથે પદયાત્રા વિજય રેલી (padyatra vijay reli) યોજવામાં આવી હતી.
મોરબીમાં કિસાનોની જીત, તાનાશાહીની હાર બેનર સાથે કોંગ્રેસની પદયાત્રા વિજય રેલી યોજાઈ આ પણ વાંચો:Gujarat BJP : પાટીદારોના પ્રાંગણમાં ભાજપ નેતાઓના અલગ-અલગ સૂર
જીલ્લા પ્રભારી, કોંગ્રેસ આગેવાનો જોડાયા
કોંગ્રેસના જીલ્લા પ્રભારી કરણદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પદયાત્રા વિજય રેલી યોજવામાં આવી હતી. જે રેલી કોંગ્રેસ કાર્યાલયથી સરદાર બાગ સુધી યોજવામાં આવી હતી
આ પણ વાંચો:3 કૃષિ કાયદા રદ્દ થતા ખેડૂતો ખુશ, Nsui દ્વારા ફટાકડા ફોડી ઉજવણી ક્રાઇબ
સુત્રોચાર સાથે શહેરના મુખ્યમાર્ગો પર ફર્યા
જે રેલીમાં કોંગ્રેસ દ્વારા કિસાનોની જીત અને તાનાશાહોની હાર જેવા બેનરો સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, તેમજ કિસાનોને એમએસપી વધુ આપો, અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા, ઉપરાંત કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું.