ગુજરાત

gujarat

ETV Bharat / state

Vehicle theft in Morbi: મોરબીમાં તરખાટ મચાવનાર રીઢો ગુનેગાર ચોરીના 7 બાઈક, 1 રીક્ષા સાથે ઝડપાયો - પોલીસ પેટ્રોલીંગ

મોરબી શહેરમાં ચોરીના કેસમાં(Vehicle theft in Morbi0 સતત થયેલા વધારાથી લૂટેરાઓ રીઢા(Habitual robber in morbi ) થઈ ગયા છે. આવો જ કંઈક ચોરીનો મામલો સામે આવ્યો છે. સાત બાઈક અને એક રિક્ષા ચોરી કરનાર હવે પોલીસના સકંજામાં છે. આ આરોપી પહેલા પણ ગુનામાં પોલીમના ચોપડે ચડી ગયો છે.

Vehicle theft in Morbi: મોરબીમાં તરખાટ મચાવનાર રીઢો ગુનેગાર ચોરીના 7 બાઈક, 1 રીક્ષા સાથે ઝડપાયો
Vehicle theft in Morbi: મોરબીમાં તરખાટ મચાવનાર રીઢો ગુનેગાર ચોરીના 7 બાઈક, 1 રીક્ષા સાથે ઝડપાયો

By

Published : Apr 20, 2022, 4:11 PM IST

મોરબી: શહેરમાં ચોરી અને લૂટફાટમાં(Vehicle theft in Morbi) સતત વધી છે. એમાં તરખાટ મચાવનાર એક લૂટેરો એક બાદ એક બાઈક ચોરી તેમજ એક રીક્ષા ચોરી કરી હતી. આ ચોરીઓથી હાહાકાર મચાવનાર શખ્સ આખરે પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે સાત બાઈક અને એક ચોરીની(Robbery case in Morbi ) રીક્ષા સહિતનો મુદામાલ કબજે લઈને રીઢા ગુનેગાર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vehicle Theft in gandhinagar : વાહનો ચોરીને સ્પેરપાર્ટ્સ અલગ જગ્યાએ વેચી મારતી ટોળકીને ગાંધીનગર પોલીસે ઝડપી

ચોરીનો મુદામાલ પોલીસ દ્વારા રીકવર -મોરબી સીટી એ ડીવીઝન(Morbi City A Division ) પોલીસ ટીમ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં(Police patrolling) દરમિયાન બાતમીને આધારે રવાપર ઘુનડા રોડ પર વૈદેહી ફાર્મ પાસેથી રીક્ષા મળી આવતા રીક્ષા ચાલક બાદશાહ ઉર્ફે ભૂરો રમજાન મહમદ શામદાર પાસેથી રીક્ષાના કાગળો માંગતા આરોપી જવાબ આપી શક્યો ન હતો. આ દરમિયાન પોકેટ કોપ એપ્લીકેશનમાં(Pocket Cop application) સર્ચ કરતા રીક્ષા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી આરોપી બાદશાહની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ સાત બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે એક રીક્ષા અને 7 બાઈક સહીત કુલ રુપિયા 3,48,000ની કિમતનો મુદામાલ રીકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:Theft In Surat: 23.60 લાખનો સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનારા કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

આરોપી બાદશાહ આગાઉ પણ બાઈક ચોરીના ગુન્હામાં ઝડ્પાયો હતો -ઝડપાયેલ આરોપી બાદશાહ રીઢો બાઈક ચોર છે જે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં 5 ગુનામાં તેમજ ધ્રોલ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આરોપી તે ઉપરાંત હળવદમાં ચોરી, વાંકાનેરમાં આર્મ્સ એક્ટ અને રાજકોટ શહેર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને મોરબી ઉપરાંત રાજકોટ અને જામનગર જીલ્લામાં તરખાટ મચાવનાર રીઢો ગુનેગાર ઝડપાયો છે જેના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details