ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગને લાગતા વિવિધ પ્રશ્નોની વાણીજ્ય પ્રધાનને રજૂઆત - MRB

મોરબી: તાજેતરમાં કેન્દ્રીય વાણીજ્ય પ્રધાન રાજકોટ ખાતે પધાર્યા હતા તે દરમિયાન મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી ઉદ્યોગોના પ્રશ્નો અંગે વાણીજ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

ફાઇલ ફોટો

By

Published : Apr 7, 2019, 2:54 PM IST

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ બી કે પટેલ અને સેક્રેટરી ડી ડી ભોજાણી દ્વારા વાણીજ્ય પ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોરબી મુકામે કન્ટેનર ડેપો બનાવવા માટે તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરાઇ હતી. મોરબીમાં સિરામિક ઉદ્યોગ દ્વારા દરિયાઈ માર્ગે નિકાલ તેમજ જરૂરી માલસામાન આયાત થતો હોવાથી ઉદ્યોગની સુવિધા માટે કન્ટેનર વેર હાઉસ ઉભા કરવા ઉલ્લેખ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં થતો હોય છે જેથી ઉદ્યોગને લાગતા તમામ પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી તથા આ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિરાકરણ વાણીજ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details