ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષિ બિલના વિરોધમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ - protest against farmers bill

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા કૃષિ બિલના વિરોધમાં શુક્રવારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે જેને મોરબીના વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન, કમીશન એજન્ટ, વેપારીઓ ઉપરાંત જીલ્લા અને તાલુકા પંચાયતના અગ્રણીઓએ પણ સમર્થન આપતા વાંકાનેર માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.

કૃષિ બિલના વિરોધમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ
કૃષિ બિલના વિરોધમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ

By

Published : Sep 25, 2020, 5:23 PM IST

મોરબી: કૃષિ બિલના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનને વિવિધ ખેડૂત સંગઠનોનો ટેકો મળી રહ્યો છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું જેથી શુક્રવારે માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું.

કૃષિ બિલના વિરોધમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ

આ ઉપરાંત જીલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન શેરશીયા, વાંકાનેર યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા સહિતના અગ્રણીઓએ પણ આ બંધને ટેકો જાહેર કર્યો છે. વાંકાનેર શહેર અને તાલુકાના તમામ ધંધાર્થીઓ અને વેપારીઓને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી પરંતુ બજાર ખુલ્લુ જોવા મળ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details