- મોરબીમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ
- આરએસએસ અગ્રણી ડૉ. જયંતી ભાડેશીયાને પ્રથમ ડોઝ
- જિલ્લાને પ્રથમ 5340 ડોઝનો સ્ટોક આપવામાં આવ્યો
મોરબી : જિલ્લામાં રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાને પ્રથમ 5340 ડોઝનો સ્ટોક આપવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં બે સેન્ટર પર રસીકરણ અભિયાન શરુ કરાયું હતું. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ અને હળવદના સાપકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવામાં આવી હતી. જેમાં બંને સ્થળે 100-100 લોકોને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 4500 જેટલા કોરોના વોરિયર્સને પ્રથમ રાઉન્ડમાં વેક્સિન આપવામાં આવશે.