ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નર્મદાની બ્રાંચ કેનાલમાંથી પાણી ન આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો - ramdun

મોરબીઃ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જાણે ચોમાસે દેખા જ ન દીધી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો ચિંત્તાતુર બન્યા છે. જેમાં કેટલાય ગામમાં મંદિરોમાં રામધુન બોલાવી વરસાદને રિઝવા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મોરબી નજીકના કેનાલ નજીક ગામ અનોખી રીતે વિરોધ કર્યો હતો.

ધાગ્રધા બ્રાન્ચ કેનાલમાંથી પાણી ન આવતા ખેડૂતો ચિતાતુર રામધુન બોલાવી કર્યો અનોખો વિરોધ

By

Published : Jul 17, 2019, 4:09 PM IST

વરસાદ આમ તો ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક આપતો હોય છે. પરંતુ સૌરાષ્ટ્રથી જાણે મેઘરાજા રિસાયા હોય તેમ 16 જુલાઈ પણ વીતી ગઈ છે, પરતું મેઘો હજુ વરસ્યો નથી. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તેમાં મોરબીની હાલત તો ઘણી કફોડી છે. ગત વર્ષે આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો પણ અને હજુ આ વરસે પણ વરસાદ થયો નથી. ત્યારે લોકોને હવે ફક્ત કેનાલ પર આધારિત રહેવું પડે છે. જેમાં રાજ્યના ઉપરના વિસ્તારમાં સારો વરસાદ થતા નર્મદામાં નવા નીર આવ્યા હતા.

ધાગ્રધા બ્રાન્ચ કેનાલમાંથી પાણી ન આવતા ખેડૂતો ચિતાતુર રામધુન બોલાવી કર્યો અનોખો વિરોધ

જેથી રાજ્ય સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડવાનું નક્કી કર્યું હતું. તેને લઈ ખેડૂતોને આંશિક રાહત મળી હતી, પણ આવી જ એક ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ જેના દ્વારા મોરબીના કેટલાક ગામોના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે. તેમાં ગ્રામજનોના કહેવા પ્રમાણે લગભગ ૧૫ દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતુ. પાણી ન પહોંચતા ખેડૂતોએ તંત્રની આંખ ખોલવાની સાથે ભગવાન પાસે રજૂઆત કરતા હોય તેમ કેનાલમાં જ રામધુન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધમાં જીવાપર, ચકમપર અને કેશવનગરના ગ્રામજનો પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details