મોરબી રવાપર ગામમાં એક યુવાન દુકાનના ટી.વી જોઈ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડમાં આવ્યો હતા. તે દરમિયાન આરોપી આકાશ ઉર્ફે વાદી વાઘજીભાઈ કાસુન્દ્રા મોરબી રવાપર બોનીપાર્કમાં તપાસ કરતા રેકોર્ડીંગના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો હતો.તો પોલીસ દ્વારા આરોપી આકાશ કાસુન્દ્રાને ઝડપી લઈને રોકડ રકમ 7200 તથા 5000 નો મોબાઈલ કબજે કર્યો છે.તો પોલીસ તપાસમાં અન્ય એક આરોપી હિમાંશુ દિલીપભાઈ પટેલનું નામ સોમે આવ્યું હતુ. તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ, અન્ય ચાર શખ્સ પણ હોવાનું ખુલ્યું - ravi motwani
મોરબીઃ શહેરમાં બે અલગ અલગ સ્થળેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મોરબી એ ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. ટીમે બે આરોપીને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે. જયારે અન્ય ચાર નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીઃ
જયારે અન્ય દરોડામાં LCB ટીમેં બાતમીને આધારે પંચાસર રોડ પર દરોડો પાડતા આરોપી ભાવેશ ભગવાનજી મેરજા મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી 5500 કીમતનો મોબાઈલ તથા રોકડા 4400 સહીત કુલ 9900 નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભનો ધીરજ પટેલ, વિમલ અંબારામ પટેલ અને જીગો શંકર પટેલ એમ કુલ ત્રણના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસ ધરવામાં આવી છે.