મોરબીઃ વાવડી રોડ આવેલી જીવનજ્યોત સોસાયટીમાં રહેતા ગીતાબેન મનસુખભાઈ ગોપાણીના ઘરે બે શખ્સે ચાવી બનાવવાના બહાને આવી કબાટની ચાવી બનાવતા સમયે કબાટમાં બીજી ચાવી ફસાવી ગીતાબેનની નજર ચૂકવી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીનામાં મંગળસૂત્ર, સોનાના પાટલા નંગ-૨ અને સોનાનું પેન્ડલ સેટ-૧ એમ કુલ આશરે નવ તોલા કીંમત રૂ.૭૦,૦૦૦ના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.
મોરબીઃ કબાટની ચાવી બનાવી આપવાના બહાને બે શખ્સે સોનના દાગીનાની કરી ચોરી - morbi latest news
મોરબીના વાવડી રોડ પર આવેલી જીવનજ્યોત સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ઘરે બે શખ્સ આવી બનાવવાના બહાને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જેની ફરિયાદ મોરબી A ડિવીઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી.
મોરબી
આ અંગેની ફરિયાદ ગીતાબેને મોરબી એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બંને શખ્સ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.