મોરબીઃ શક્તિ પ્લોટના એક સાત વર્ષની બાળકી અને હળવદના અજીતગઢ ગામની યુવતીને ગુરુવારે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમજ મોરબીના રવાપર રોડના રહેવાસી એક બાળકને રાજકોટ દાખલ કરવામાં આવ્યો હતો.
મોરબીના બે લોકોના કોરોના રીપોર્ટ નેગેટીવ, હજું એક રીપોર્ટ પેન્ડીંગ - મોરબીમાં કોરોના
મોરબીમાં કોરોનાનો એક કેસ પોઝિટિ આવ્યા બાદ અનેક શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે મોરબીમાં 2 અને રાજકોટમાં મોરબીના એક બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી 2 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે એક રીપોર્ટ પેન્ડીંગ છે.
મોરબીની યુવતી અને રાજકોટમાં દાખલ કરેલ બાળકના રિપોર્ટ નેગેટીવ, એક રીપોર્ટ પેન્ડીંગ
જે ત્રણ પૈકી બે રીપોર્ટ નેગેટીવ આવ્યા છે રાજકોટ દાખલ કરેલા બાળક અને અજીતગઢ ગામની યુવતીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો મોરબીની એક સાત વર્ષની બાળકીના ફરીથી સેમ્પલ મોકલવામાં આવશે તેવી માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.